શુક્રવાર, 23 નવેમ્બર, 2012

ग़जल

ग़जल 

बेबस आज गम की बौछार धीरे धीरे।
थम गई जिंदगी की रफ़्तार धीरे धीरे। 

इतना तूट चूका हूँ यूँ बिखर जाऊंगा,
कि हवाओ गुजरना इसबार धीरे धीरे।

मैं नहीं चाहता कोई इस कदर पहचाने,
याद करना मगर मेरे यार धीरे धीरे।

यूँ गुजरती रहेगी शामो सहर मेरी भी,
सिर्फ लम्हे चुरालूं दो चार धीरे धीरे।

माफ़ करता रहा हूँ करता रहूँगा सब को,
एक गलती मुझे बक्ष दो यार धीरे धीरे।

ख्वाब देखे गए हैं मेरी निगाहों से भी,
चाहिए गर तुझे जा उस पार धीरे धीरे।
-मौलिक श्रोत्रिय  


ग़ज़ल

ग़ज़ल 

बिछड़ के तुम से मै जिन्दा हूँ एतबार ना कर।
जमाना कुछ भी कहता है चलता फिरता पा कर।

आईने में मुझको अब कोई ओर  नजर आता है,
जब तक मेरे पास रहा मेरी परछाई बनकर।

कोई बच्चा पुकारे तो मैं भी तन जाता हूँ,
सिहर जाता हूँ कुछ देर बेबस आँखे छिपा कर।

उसको सोचा करता जब भी पाता खुद को तनहा,
मुझको चौका देगा वो मेरे पीछे से आ कर।

क्या लिख पाता अब मैं भर आता हूँ दिल ही दिल में,
बैठा रहता घंटो तक अपनी आँखे झुकाकर।
- मौलिक श्रोत्रिय 

બુધવાર, 21 નવેમ્બર, 2012

ગીત

ગીત

વીણી વીણીને હું તો લાવ્યો છું થોડો સપનાનો ભારો,
વ્હેંચીને આખોમાં આંજ્શું લે થોડો તારો થોડો મારો.
અધખુલ્લા બારણે આવી ઊભો
સૂનકારો મૂંગો બધીર,
ઊંબરની ઓશિયાળી આંખમાં
ઉમટ્યા રે ધાર ધાર નીર,
મોઢું ભીંચીને મેં પાડેલી ચીસોનો ઉમટ્યો રે દેકારો.
વ્હેંચીને આખોમાં આંજ્શું લે થોડો તારો થોડો મારો.
ભીંતે કૂટાયા ને ભોંયે પછડાયા
લીલેરી યાદોના ૫ડઘાં,
સાચવીને મૂક્યાતાં આઘેરા ઊંડા કે
કોણ જાણે કેમ થયાં અડધાં,
કીધે કહેવાય નહીં, હૈયે સહેવાય નહીં કેમ કરી આપું જાકારો?
વ્હેંચીને આખોમાં આંજ્શું લે થોડો તારો થોડો મારો.

શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

GENREL KNOWLEDGE WORLD- જનરલ નોલેજ જગત

છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ – સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે ૨૭મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ તે વખતે ભરાયેલી વિશ્વધર્મ પરિષદની છેલ્લી બેઠકમાં આ ભાષણ આપ્યું હતું.
વિશ્વધર્મ પરિષદે જગતને જો કાંઈ આપ્યું હોય તો તે આ છે: પવિત્રતા, શુદ્ધિ અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો હોય, તો મારા હ્રદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાને કહું છું કે, ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે: ’સહાય;પરસ્પર વેર નહીં.’ ’સમન્વય;વિનાશ નહીં.’ ’સંવાદિતા અને શાંતિ; કલહ નહીં.’

સોમવાર, 16 જુલાઈ, 2012

ગઝલ : વ્યથાઓ બધી લયસભર પણ ઉકેલી.



વરસતી રહી તરબતર પણ ઉકેલી.
વ્યથાઓ બધી લયસભર પણ ઉકેલી.

ફૂટી ડાળને કૂંપળો કૈં વસંતે!
ઉકેલી અમે પાખર પણ ઉકેલી.

નથી કોઇ શબ્દો, નથી એક અક્ષર,
મળે મૌન કાગળ ખબર પણ ઉકેલી.

મૂકાયા હશે કૈંક ટહુકાં પ્રણયના,
મળી જાય તું દેખ ઘર પણ ઉકેલી.

ફરી આપણે એકલાં ભરબજારે!
રહી એક બાકી કસર પણ ઉકેલી.
મૌલિક શ્રોત્રિય

રવિવાર, 15 જુલાઈ, 2012

ग़ज़ल: दरिया दरिया–सा लगता है।


अपने ही घर के आँगन में तनहा तनहा–सा लगता है।
आईना क्यूँ मुझको इतना बदला बदला–सा लगता है?

गुजरी दास्तानो से यारो क्या हाँसिल कर पाओगे?
दिन भी गुजरे, रातें गुजरी सपना सपना–सा लगता है।

खुद से बीछड़ जाने का ग़म मुझ से ज्यादा किस को होगा?
हसता गाता शहर अब तो ठहरा ठहरासा लगता है।

फैल गया है खुश्बू जैसा तेरे होने का अहेसास,
कहीं भी हो फिर भी मुझ को महका महकासा लगता है।

बारीशों के इस मौसम में कैसे भीगा पूछो यारो?
अब के सावन इतना बरसा दरिया दरियासा लगता है।

મંગળવાર, 10 જુલાઈ, 2012

ग़ज़ल: दरिया दरिया–सा लगता है।


ग़ज़ल: दरिया दरियासा लगता है।

अपने ही घर के आँगन में तनहा तनहा–सा लगता है।
आईना क्यूँ मुझको इतना बदला बदला–सा लगता है?

गुजरी दास्तानो से यारो क्या हाँसिल कर पाओगे?
दिन भी गुजरे, रातें गुजरी सपना सपना–सा लगता है।

खुद से बीछड़ जाने का ग़म मुझ से ज्यादा किस को होगा?
हसता गाता शहर अब तो ठहरा ठहरासा लगता है।

फैल गया है खुश्बू जैसा तेरे होने का अहेसास,
कहीं भी हो फिर भी मुझ को महका महकासा लगता है।

बारीशों के इस मौसम में कैसे भीगा पूछो यारो?
अब के सावन इतना बरसा दरिया दरियासा लगता है।

ગુરુવાર, 28 જૂન, 2012

ગઝલ : વરસાદમાં..


ગઝલ : વરસાદમાં..

એકલું કેમ પલળાય વરસાદમાં.
વખત એમ પણ થાય વરસાદમાં.

અશ્રૃઓ પણ દઝાડી જશે ગાલને,
ભીતરે આગ વરતાય વરસાદમાં.

કઇ તરસ શોધવા વાદળી નીકળી?
આભ આખુંય પડઘાય વરસાદમાં.

બંધ બારી ઉઘાડી જતો પવન,
તરબતર થઇ લહેરાય વરસાદમાં.

ચાલને છબછબીયાં કરીએ ફરી,
એક છાંટો પડી જાય વરસાદમાં.

બુધવાર, 27 જૂન, 2012

ग़ज़ल : अच्छा नहीं होता।


ग़ज़ल:
ये नफ़रतो के पेड बोना अच्छा नहीं होता।
छत से परिंदों को उड़ाना अच्छा नहीं होता।

मैं इन फ़रिश्तों को बना दूँगा आदमी जैसे,
यूँ इस तरह से आज़माना अच्छा नहीं होता।

अब चैन की नींदें कहाँ आती हैं, बता मुझ को?
सोते हुए को यूँ जगाना अच्छा नहीं होता।

बच्चे कभी बच्चे नहीं रहते जानते हो फ़िर?
बस दोसती कर लो, सताना अच्छा नहीं होता।

फाँसी लगा कर देख लो या दे दो ज़हर मुझ को,
सारे सितम कर ले, मिटाना अच्छा नहीं होता।


तुझ को पता है ये हकीकत, इंसान हूँ आखिर,
दर दर भटकना, सर झुकाना अच्छा नहीं होता।
 

હાઈકુ:


હાઈકુ:
પગમાંથી હું
કાંટો કાઢું રીતે
દિવસ કાઢું !

સોમવાર, 18 જૂન, 2012

ગઝલ : મનવા..


બીડેલ પાંખમાં કળે છે રાત મનવા.
જંગલ ભણી ડાળે ઉડાવી વાત મનવા.
કરતાલ ઝાલી હાથ ઓગાળું તરત હું,
માંગું નહીં કૈં હાથથી ખૈરાત મનવા.
આંધી પછીના ભારથી હળવું થવાશે,
શી રીતના જીવન ધરાવે ભાત મનવા?
અનુભવ કરીને મૂકશું બે ચાર તડકાં,
તરડાય પડછાયા સમા ભવ સાત મનવા.
એકેક પગલે મોક્ષ મથતાં ચરણને,
શ્વાસો સમા અફળાય છે આઘાત મનવા.

ગઝલ : ઈચ્છાનું તો એવું.


અંત વગરનું ભારણ લઇને ઝરતી ઈચ્છાનું તો એવું.
અજર અમર પરપોટો થઇને તરતી ઈચ્છાનું તો એવું.
મઘમઘતાં અજવાળે ચિતરીને મૂક્યાં વાસંતી પગલાં,
પીળા અંધારે પાન સમું ખરતી ઈચ્છાનું તો એવું.
રાતો’ને નીંદર વચ્ચે ગોરંભાતું વરસાદી સપનું,
આંખે સૂક્કા દરિયા સમ વિસ્તરતી ઈચ્છાનું તો એવું.
પાપણના પલકારે જાણે કીડીયારા સમ ઉભરાતી,
આમ જુઓ તો ક્યાંય કશે ના ઠરતી ઈચ્છાનું તો એવું.
રસ્તા પર છુટ્ટી મૂકી દો ખુદની જાત હવે તો મૌલિક
ખોટ વગર હરતી ફરતી અવતરતી ઈચ્છાનું તો એવું.