ગુરુવાર, 28 જૂન, 2012

ગઝલ : વરસાદમાં..


ગઝલ : વરસાદમાં..

એકલું કેમ પલળાય વરસાદમાં.
વખત એમ પણ થાય વરસાદમાં.

અશ્રૃઓ પણ દઝાડી જશે ગાલને,
ભીતરે આગ વરતાય વરસાદમાં.

કઇ તરસ શોધવા વાદળી નીકળી?
આભ આખુંય પડઘાય વરસાદમાં.

બંધ બારી ઉઘાડી જતો પવન,
તરબતર થઇ લહેરાય વરસાદમાં.

ચાલને છબછબીયાં કરીએ ફરી,
એક છાંટો પડી જાય વરસાદમાં.

બુધવાર, 27 જૂન, 2012

ग़ज़ल : अच्छा नहीं होता।


ग़ज़ल:
ये नफ़रतो के पेड बोना अच्छा नहीं होता।
छत से परिंदों को उड़ाना अच्छा नहीं होता।

मैं इन फ़रिश्तों को बना दूँगा आदमी जैसे,
यूँ इस तरह से आज़माना अच्छा नहीं होता।

अब चैन की नींदें कहाँ आती हैं, बता मुझ को?
सोते हुए को यूँ जगाना अच्छा नहीं होता।

बच्चे कभी बच्चे नहीं रहते जानते हो फ़िर?
बस दोसती कर लो, सताना अच्छा नहीं होता।

फाँसी लगा कर देख लो या दे दो ज़हर मुझ को,
सारे सितम कर ले, मिटाना अच्छा नहीं होता।


तुझ को पता है ये हकीकत, इंसान हूँ आखिर,
दर दर भटकना, सर झुकाना अच्छा नहीं होता।
 

હાઈકુ:


હાઈકુ:
પગમાંથી હું
કાંટો કાઢું રીતે
દિવસ કાઢું !

સોમવાર, 18 જૂન, 2012

ગઝલ : મનવા..


બીડેલ પાંખમાં કળે છે રાત મનવા.
જંગલ ભણી ડાળે ઉડાવી વાત મનવા.
કરતાલ ઝાલી હાથ ઓગાળું તરત હું,
માંગું નહીં કૈં હાથથી ખૈરાત મનવા.
આંધી પછીના ભારથી હળવું થવાશે,
શી રીતના જીવન ધરાવે ભાત મનવા?
અનુભવ કરીને મૂકશું બે ચાર તડકાં,
તરડાય પડછાયા સમા ભવ સાત મનવા.
એકેક પગલે મોક્ષ મથતાં ચરણને,
શ્વાસો સમા અફળાય છે આઘાત મનવા.

ગઝલ : ઈચ્છાનું તો એવું.


અંત વગરનું ભારણ લઇને ઝરતી ઈચ્છાનું તો એવું.
અજર અમર પરપોટો થઇને તરતી ઈચ્છાનું તો એવું.
મઘમઘતાં અજવાળે ચિતરીને મૂક્યાં વાસંતી પગલાં,
પીળા અંધારે પાન સમું ખરતી ઈચ્છાનું તો એવું.
રાતો’ને નીંદર વચ્ચે ગોરંભાતું વરસાદી સપનું,
આંખે સૂક્કા દરિયા સમ વિસ્તરતી ઈચ્છાનું તો એવું.
પાપણના પલકારે જાણે કીડીયારા સમ ઉભરાતી,
આમ જુઓ તો ક્યાંય કશે ના ઠરતી ઈચ્છાનું તો એવું.
રસ્તા પર છુટ્ટી મૂકી દો ખુદની જાત હવે તો મૌલિક
ખોટ વગર હરતી ફરતી અવતરતી ઈચ્છાનું તો એવું.

શુક્રવાર, 15 જૂન, 2012

ગઝલ


આટલો ક્યાં હશે ફરક સંતો?
તૂટવાની હતી શરત સંતો.
ભેખ લઇ આમ ગોઠવાયા શું?
રામ મળતાં નથી તરત સંતો.
થીજતું આમ ઝળહળી ઉઠે?
કૈ અલગ રીતનો બરફ સંતો.
પામે દરેક પળ ઝરમર,
નાભિ લગ હોય જો વિરત સંતો.
મૌલિકસમય મળે ક્યાંથી?
જીતવાની જ્યાં બધી ઝડપ સંતો.

ગુરુવાર, 14 જૂન, 2012






એક અછાંદસ : મુસાફરની જેમ


પરિશ્રમથી ક્લેશિત બનેલું
મારું મન
હાહાકાર કરી ઉઠે છે,
ક્યારેક ક્યારેક
દિશાહિન, આમતેમ....
ઉડતાં વાદળોની જેમ
દોડતો રહું છું....
ચારે બાજુ
પોતાના અસ્તિત્વની શોધમાં.
પોતાના શરીરથી
વિસ્થાપિત થયાનો આભાસ
ક્યાંક ભીતર
આઘાત કરે છે...
હરવખત કળ્યા કરે છે...
મન અધીરું બની
ખુદની પીડાઓની પોટલી બાંધી
ચાલતો રહું છું
સવાર સાંજ
સમયના તરંગોમાં
ખુદના કદમોની પાછળ
પડછાયાનો હાથ ઝાલી
કોઈ ખોવાયેલા
મુસાફરની જેમ...

ગઝલ :


ગઝલ :
ટોળે વળી વળીને શું આમ શોધવાનું?
ખુદની તલાશમાં પણ શું એકલા જવાનું?

કૈં કેટલી મથામણ બાળ પણ કરે શું?
રમવા કિતાબ સાથે નિ:શ્વાસ નાખવાનું.

કોને ખબર હતી કે કારણ વગર મળીશું,
લે ટાળ મૌનને તું  કૈં નામ આપવાનું.

મેં આગ પાથરી છે પડખે ઉજાગરા લઇ,
ખુદની આંખમાં ખુદને સ્વપ્નવત્  જવાનું.

કાચ સમ ચહેરો જો તડ પડી જશે તો?
પ્રતિબિંબ કાચનું લઇ શું કામ તૂટવાનું?

અનુભૂતિ શબ્દની ક્યાં કંડારવી ગઝલમાં?
જ્યાં મૌનના પ્રવાહી પગલાં તપાસવાનું.

મૌલિકજનમ જનમની શૂન્યતા ત્યજો શેં?
જે ત્યાગવા મથો છો બસ સાધવાનું.

બુધવાર, 13 જૂન, 2012

ગઝલ-સંતો


ગઝલ

આટલો ક્યાં હશે ફરક સંતો?
તૂટવાની હતી શરત સંતો.

ભેખ લઇ આમ ગોઠવાયા શું?
રામ મળતાં નથી તરત સંતો.

થીજતું આમ ઝળહળી ઉઠે?
કૈ અલગ રીતનો બરફ સંતો.

પામે દરેક પળ ઝરમર,
નાભિ લગ હોય જો વિરત સંતો.

મૌલિકસમય મળે ક્યાંથી?
જીતવાની જ્યાં બધી ઝડપ સંતો.