ગુરુવાર, 28 જૂન, 2012

ગઝલ : વરસાદમાં..


ગઝલ : વરસાદમાં..

એકલું કેમ પલળાય વરસાદમાં.
વખત એમ પણ થાય વરસાદમાં.

અશ્રૃઓ પણ દઝાડી જશે ગાલને,
ભીતરે આગ વરતાય વરસાદમાં.

કઇ તરસ શોધવા વાદળી નીકળી?
આભ આખુંય પડઘાય વરસાદમાં.

બંધ બારી ઉઘાડી જતો પવન,
તરબતર થઇ લહેરાય વરસાદમાં.

ચાલને છબછબીયાં કરીએ ફરી,
એક છાંટો પડી જાય વરસાદમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો