વેકેશનની હળવાશનો અંત આવ્યો!
બાળકોને નવા મોંઘા દાટ યુનિફોર્મ,
મોંઘા દાટ પુસ્તકોનો ઢગલો,
નવી નક્કોર બેગમાં ભરીને
હોશે હોશે સ્કૂલે મૂકી આવ્યા
અને
નાસ્તાનો ડબ્બો ભરતાં,
કપડાં પહેરાવતાં,
માથુ ઓળતાં,
સ્કૂલના દરવાજા સુધી
આપેલી શિખામણોનો ભાર લઇ,
ભાર વિનાનું ભણવા જતાં બાળકને
ધ્યાનથી જો જો,
આજે તમને પણ ચ્હા નહી ભાવે!
આજથી ભણતરીયો કામે ચડ્યો છે!
આજથી ગલીઓ,
ફ ળિયા, મેદાનો ઝૂરશે!
ફ ળિયા, મેદાનો ઝૂરશે!
આપણી જેમ જ ઝૂરશે!
મૌલિક શ્રોત્રિય
દાહોદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો