ગઝલ :
ટોળે વળી વળીને શું આમ શોધવાનું?
ખુદની તલાશમાં પણ શું એકલા જવાનું?
કૈં કેટલી મથામણ એ બાળ પણ કરે શું?
રમવા કિતાબ સાથે નિ:શ્વાસ નાખવાનું.
કોને ખબર હતી કે કારણ વગર મળીશું,
લે ટાળ મૌનને તું કૈં નામ આપવાનું.
મેં આગ પાથરી છે પડખે ઉજાગરા લઇ,
ખુદની જ આંખમાં ખુદને સ્વપ્નવત્ જવાનું.
આ કાચ સમ ચહેરો જો તડ પડી જશે તો?
પ્રતિબિંબ કાચનું લઇ શું કામ તૂટવાનું?
અનુભૂતિ શબ્દની ક્યાં કંડારવી ગઝલમાં?
જ્યાં મૌનના પ્રવાહી પગલાં તપાસવાનું.
‘મૌલિક’ જનમ જનમની એ શૂન્યતા ત્યજો શેં?
જે ત્યાગવા મથો છો બસ એ જ સાધવાનું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો