ગુરુવાર, 7 જૂન, 2012

ગઝલ–


ગઝલ
કોણ મને મારી ભીતર કરતું એક તરફ?
સમજણ જો કે એક તરફ ને હું એક તરફ.
મનખૂણે બે ફાડ પડી છે અવઢવ કેરી,
હું ઊભો છું એક તરફ ને તું એક તરફ.
લબલબ થાતું વણજીવેલું ઉરમાં ઝૂરે,
જીવન પણ મબલખ થૈ પાંગરતું એક તરફ.
ક્યાંક કશુંયે સૂઝે, જૈ કાગળ પર મથતો,
ઘૂંટાતું એક તરફ,અવતરતું એક તરફ.
ઇચ્છાઓના ઝંઝાવાતે ફરફર થાતો,
ને સાવ અલૂણું થઇને ઠરતું એક તરફ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો