ગઝલ :
લાખનું ઘર.
રેત પાણી ઈંટ પથ્થરનું જ ચણતર લાખનું ઘર.
રાખની શું જાત લઇ ચણતો જનમભર લાખનું ઘર.
રાતભર સૂતો હશે ક્યાં થાકની વણઝાર લઇને?
સાચવીને જાગવાનું જ્યાં હોય ભીતર લાખનું ઘર.
શ્વાસ લેતું ’કો હજીયે ઘર મહીં, ઊંબર મહીં, એ
આશ લઇ ને બાંધશે માળો કબૂતર, લાખનું ઘર.
ટેરવે અટવાય શેં એ લાગણી ટોળે વળીને?
નામ ખાતર આવશે બે ચાર અવસર લાખનું ઘર.
વેદનાઓવાવવાનુંક્યાંનિયમસરહોયછે? બસ–
જાતમાં ખંડેર જેવું સાવ નક્કર લાખનું ઘર.
જાતનીયે વેદનાને જાત બાળી માણવાની,
શર્ત બસ એ હોય છે કે જીંદગીભર લાખનું ઘર.
મૌલિક શ્રોત્રિય
દાહોદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો