આટલો ક્યાં હશે ફરક સંતો?
તૂટવાની હતી શરત સંતો.
ભેખ લઇ આમ ગોઠવાયા શું?
રામ મળતાં નથી તરત સંતો.
થીજતું આમ ઝળહળી ઉઠે?
કૈ અલગ રીતનો બરફ સંતો.
એ જ પામે દરેક પળ ઝરમર,
નાભિ લગ હોય જો વિરત સંતો.
‘મૌલિક’ સમય મળે ક્યાંથી?
જીતવાની જ્યાં બધી ઝડપ સંતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો