ફાનસ....
અંદર ધીરે ધીરે ફેલાઇ રહ્યું છે
અંધારું
સવારે જ ફાનસ લુછીને ચમકાવીને મુકયું છે.
બાએ કહેલી વાત યાદ આવી
સાફ કાચમાંથી આવશે
સળગતી વાટનો પ્રકાશ
બધું જ પ્રકાશિત કરી દે અંદર
એના પ્રકાશમાં કદાચ શોધીશું આપણે એકબીજાને
પુસ્તકના પાના પર શોધીશું
ફાનસમાં તેલ અને વાટ બરાબર રાખવાથી
ફાનસ ક્યારેય નિરાશ નથી કરતું
જરૂરત પ્રમાણે ફાનસની વાટને ઊંચી નીચી કરીને
ધ્યાન રાખવું પડશે
કે આ વાટ નો પ્રકાશ અને તેની ઝાળ
ફાનસના કાચને કાળું ના કરી દે....

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો