ગુરુવાર, 7 જૂન, 2012

ગઝલ


ગઝલ–3
તું ક્યાં કશીયે વાતમાં એકમત હોય છે?
બન્ને જણાં સમ્મત છતાં તારી શરત હોય છે.
બે ધારની તલવાર લઇને શી રીતે જીવવું?
બેફામ તારી લાગણીઓ પણ સખત હોય છે.
બે ચાર અવસર હોય તો માંડું હિસાબો બધા,
કારણ વગરનું એકધારું પણ સતત હોય છે.
બન્ને તરફનું આટલું વળગણ હતું ક્યાં મને?
બસ હારવા માટે બધી મારી લડત હોય છે.
લુંટાય મૌલિક હવે ના પણ બને હરવખત,
પયગંબરીયે ક્યાં બધાને હસ્તગત હોય છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો