ગુરુવાર, 7 જૂન, 2012

ગઝલ− હાથખાલી

ગઝલહાથખાલી
આ તે કેવી રમત, હાથ ખાલી?
કૈં પણ મૂકો તરત, હાથ ખાલી.
દરિયાદિલ હોય છે આપનારો,
બીજા હાથે પરત, હાથ ખાલી.
મજબૂરી તો સમજ તુંય મારી,
શું આપું હરવખત, હાથ ખાલી.
ક્યાં માને તું વળી વાત મારી,
રુએ આખું જગત, હાથ ખાલી.
દાદાગીરી નહીં ચાલવા દૌં,
હું કાં તું કર શરત, હાથ ખાલી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો