ગુરુવાર, 14 જૂન, 2012

એક અછાંદસ : મુસાફરની જેમ


પરિશ્રમથી ક્લેશિત બનેલું
મારું મન
હાહાકાર કરી ઉઠે છે,
ક્યારેક ક્યારેક
દિશાહિન, આમતેમ....
ઉડતાં વાદળોની જેમ
દોડતો રહું છું....
ચારે બાજુ
પોતાના અસ્તિત્વની શોધમાં.
પોતાના શરીરથી
વિસ્થાપિત થયાનો આભાસ
ક્યાંક ભીતર
આઘાત કરે છે...
હરવખત કળ્યા કરે છે...
મન અધીરું બની
ખુદની પીડાઓની પોટલી બાંધી
ચાલતો રહું છું
સવાર સાંજ
સમયના તરંગોમાં
ખુદના કદમોની પાછળ
પડછાયાનો હાથ ઝાલી
કોઈ ખોવાયેલા
મુસાફરની જેમ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો